ઉનાળાની સીઝન શરૂ થતાં જ મોટા શહેરો અને નગરો સહિત ગામડાંઓમાં લારી લઇને બરફના ગોળા, શરબત અને લીંબુ શરબત સહિતના ઠંડા પીણાં વેચનાર નીકળી પડે છે. જેમાંથી મોટાભાગના બિનઆરોગ્યપ્રદ પીણાં વેચતા હોવાનું સામે આવ્યું છે. આવા ખુલ્લામાં પીણાં વેચનારાઓ સફાઈ રાખતા નથી અને ગંદુ પાણી વાપરતા હોવાનું પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયું છે. તંત્રે તેમની સામે પગલાં લેવા જોઇએ.