ઉનાળુ શરૂ થયું નથી ત્યાં તો અરવલ્લી જિલ્લાના 16 ગામમાં ટેન્કરથી પાણી પહોંચાડવુ પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. પાણીની તંગીને પહોંચી વળવા માટે જિલ્લા પાણી પુરવઠા વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જો ટેન્કરથી પાણી પુરુ પાડવાનુ થાય તો 14.59 લાખ રૃપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે.