આતંકી સંગઠન ISIS સાથે જોડાયેલા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ છે. રાજધાની દિલ્લી સહીત 3 શહેરોમાં NIA એ દરોડા પાડ્યા છે. દિલ્લીના જફરાબાદ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે, તો કેરળના કોચ્ચી અને બેંગાલુરૂમાં પણ રાષ્ટ્રીય તપાસ એજ્સી NIAએ દરોડા પાડ્યા છે.
આતંકી પ્રવૃતિઓ અને આતંકીઓ સાથેની સાંઠગાંઠને લઈ પૂછપરછ ચાલી રહી છે. NIA ના સૂત્રો મુજબ ISIS સાથે જોડાયેલા એક જૂના કેસની તપાસ દરમિયાન ભારતમાં જ તેના વધુ એક મોડ્યૂલનો ખુલાસો થયો. જેથી ISIS ના નવા મોડ્યૂલને લઈ અલગથી વધુ એક કેસ દાખલ કરાયો છે. આ જ કેસની તપાસ દરમિયાન કેટલીક મહિલાઓ સહીત 4 લોકોની અટકાયત કરી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આ ચાર શંકાસ્પદ આરોપીઓ જ્યાં જ્યાં ગયા તે 3 શહેરોના 7 સ્થળે NIA એ રેડ પાડી છે.