તાજેતરમાં અનેકવાર પાર્ટીવિરોધી નિવેદનબાજી અને વલણને કારણે કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને બહારનો રસ્તો બતાવી દીધો છે. તેમની સામે શિસ્તભંગ બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પાર્ટીએ આચાર્ય પ્રમોદ કૃષ્ણમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવાની નોટિફિકેશન પણ જાહેર કરી દીધી છે. તેઓ હાલમાં જ પીએમ મોદીને મળ્યા હતા અને તેમના ખૂબ વખાણ કર્યા હતા. ત્યારબાદ અન્ય કેબિનેટ મંત્રીઓ સાથે પણ તેમણે મુલાકાત કરી હતી.