ન્યૂયોર્કથી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા સહ-યાત્રી પર પેશાબ કરવાના આરોપી શંકર મિશ્રાની દિલ્હી પોલીસે બેંગલુરુથી ધરપકડ કરી હતી. એફઆઈઆર નોંધાયા બાદથી આરોપી ફરાર હતો. દરમિયાન, દિલ્હી પોલીસે કહ્યું છે કે IGIA કેસના આરોપી શંકર મિશ્રાની અમારી ટીમે બેંગલુરુથી ધરપકડ કરી છે. તેને દિલ્હી લાવવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.