અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન ( IND vs PAK) વચ્ચે ક્રિકેટ મેચને લઈ બે દિવસ અગાઉ BCCIને ઇમેઇલ મારફતે ધમકી ભર્યો મેઇલ કરવામાં આવ્યો હતો.મેઈલ મળતાની સાથે તાત્કાલીક ક્રાઈમ બ્રાંચે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ધમકી ભર્યો મેઈલ મોકલનાર આરોપી રાજકોટથી ( Rajkot ) પોલીસ સકંજામાં આવ્યો છે.