અમદાવાદના બહુચર્ચિત વૃદ્ધ દંપતીની હત્યાઅને લૂંટના (loot) 4 આરોપીઓ ઝડપાઇ ગયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મધ્યપ્રદેશના ગ્વાલિયરના ગિઝોરા ખાતેથી આ લોકોને ઝડપી પાડ્યા છે. હત્યા અને લૂંટ કર્યા બાદ આ આરોપીઓ તેમના વતન ભાગી આવ્યા હતા. આજે એટલે મંગળવાર સુધીમાં આ આરોપીઓને અમદાવાદ લાવવામાં આવશે. મહત્ત્વનું છે કે, પોલીસે હેબતપુર વિસ્તારમાં 200 કરતાં પણ વધારે સીસીટીવીના ફૂટેજ જોયા હતા. આ સાથે 70થી વધુ લોકોની પૂછપરછ પણ કરી છે. જેમાં ચારેય લૂંટારા 2 બાઈક ઉપર આવ્યા હોવાનું સામે આવ્યું હતુ. નોંધનીય છે કે, આ દંપતીના ઘરે ફર્નિચરનું કામ ચાલુ હતું.