ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના બે સિનિયર અને કેબિનેટ મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ તેમજ પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ-મકાન વિભાગનો હવાલો પાછો લઇ લેવામાં આવ્યો છે. આ બન્ને સભ્યોના રાજ્યકક્ષાના હવાલા બે મંત્રીઓને આપવામાં આવ્યા છે.
સરકારે કરેલા ફેરફાર પ્રમાણે મહેસૂલ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીનો હવાલો હર્ષ સંઘવીને તેમજ માર્ગ-મકાનનો હવાલો રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલને આપવામાં આવ્યો છે. સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે કેબિનેટના સભ્યોને ફાળવેલા વિભાગોમાં નબળાં પરફોર્મન્સના કારણે બે સિનિયર મંત્રીઓના વિભાગોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિધાનસભાની આવનારી ચૂંટણીને ધ્યાને રાખીને આ બન્ને વિભાગનો કેબિનેટનો દરજ્જો ખુદ મુખ્યમંત્રીએ તેમની હસ્તક રાખ્યો છે.