વડોદરા મહાનગરપાલિકાના સર્વેયર દિનેશ વરિયા, બિલ્ડીંગ ઈન્સ્પેક્ટર ચિરાગ રાણા અને ગુજરાતવંદન અને સુપ્રભાત સાપ્તાહિકના તંત્રી નૈસર્ગ જોશી લાંચના કેસ ઝડપાયા. ઘટના બાદ પાલિકાએ બંને કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા. પત્રકાર અને અધિકારીઓએ ગેરકાયદે બાંધકામ અંગે અરજી કરી વેપારીઓને બ્લેકમેલ કરવાની કોશિષ કરી હતી. પણ ACBના છટકામાં શિકારીઓ જ ફસાઈ ગયા હતા.