વાપીના બે જજ સામે લાંચ-કેસની તપાસ ACBને સોંપાઈ છે. ગુજરાત હાઈકોર્ટે આ તપાસનો આદેશ આપ્યો. વાપીના જજ એ.ડી.આચાર્ય અને પી.ડી.ઈમાનદાર સામે લાંચ લેવાના આરોપમાં ગુનો નોંધાયો હતો, તે સંદર્ભે આ તપાસ સોંપાઈ છે. અગાઉ હાઈકોર્ટે તેના વિજીલન્સ સેલને તપાસ સોંપેલી, પણ તેનાથી તે અસંતુષ્ટ થઈ અને તપાસ ACBને સોંપી. ACBની તપાસનું મોનીટરીંગ હાઈકોર્ટના રજિસસ્ટ્રાર કરશે.