Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં  એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. એક જ દિવસમાં ચાર અલગ અલગ સ્થળો પર ટ્રેપ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં પ્રથમ ટ્રેપ પાટણમાં કરવામાં આવી છે. જે ટ્રેપમાં એસીબીના ફરિયાદ સામે થયેલ કેસમાં તેને હેરાન નહીં કરવા માટે તેમજ કાગળોમાં મદદ કરવા માટે 10 હજારની લાંચની રકમની માંગણી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના એએસઆઇ ધીરજીભાઇ દેસાઇએ કરેલી હતી. જો કે અંતે ફરિયાદીએ 6 હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. જો કે એસીબીના ફરિયાદીએ સમગ્ર ઘટનાની જાણ એસીબીને કરતાં એસીબીએ છટકું ગોઠવીને આરોપીને લાંચની રકમ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો છે.

જ્યારે બીજી ટ્રેપની વાત કરીએ તો સુરતના ઓલપાડ વિસ્તારમાં કરવામાં આવેલ છે. જેમાં ઓલપાડ ગામના સરસ ગામમાં ગેરકાયદે જીંગા તળાવ પૈકી એસીબીના ફરિયાદીનું ગેરકાયદેસર જીંગા તળાવ સરસ ગામમાં આવેલું હતું. જેથી ગામના સરપંચ દ્વારા તેને તોડી નહીં પાડવા માટે અવેજ પેટે સરપંચ વતી ખાનગી વ્યક્તિ બ્રીજેશ પટેલએ રૂપિયા 25 હજારની લાંચ માંગી હતી. અને જો લાંચની રકમ નહીં આપે તો ફરિયાદીનું તળાવ તોડી પાડવાની ધમકી પણ આપેલી હતી. જેથી ફરિયાદીએ સમગ્ર ઘટનાની જાણ એસીબીને કરતાં જ એસીબીએ છટકું ગોઠવીને ખાનગી વ્યક્તિ બ્રિજેશ પટેલને રૂપિયા 25 હજારની લાંચ લેતા ઝડપી લીધેલ છે.

ત્રીજી ટ્રેપ છોટા ઉદેપુર વિસ્તારમાં કરવામાં આવી છે. જેમાં એસીબીના ફરિયાદીના સાળા વિરુદ્ધમાં થયેલ દારૂના કેસમાં કાર્યવાહીના ભાગરૂપે પોલીસ દ્વારા તેનો મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો હતો. જો કે ફરિયાદીએ મોબાઇલ ફોન પરત લેવા માટેની માંગણી કરતાં જ છોટા ઉદેપુરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મનોજકુમાર અને એએસઆઇ વનરાજસિંહ ગોહિલએ રૂપિયા 20 હજારની માંગણી કરેલ હતી. જેમાંથી રૂપિયા 15 હજાર આપવાનું નક્કી થતાં જ આ લાંચની રકમ રૂપિયા 10 હજાર રંગેહાથે લેતા આરોપીને ઝડપી લેવામાં આવેલ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ