મહારાષ્ટ્ર સ્થિત મુંબઈમાં પોલીસે રિપબ્લિક ટીવીના ઇડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીની ગુરૂવારે ધરપકડ કરી લીધી છે. ધરપકડ મામલે અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આને લોકશાહી માટે શરમજનક ઘટના ગણાવી છે. અમિત શાહે ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
અમિત શાહે ટ્વીટમાં લખ્યું છે કે, "કૉંગ્રેસ અને તેના સાથી પક્ષોએ ફરી એકવખત લોકશાહીને શરમાવવાનું કામ કર્યું છે. રિપબ્લિક ટીવી અને અર્નલ ગોસ્વામી પર સત્તાનો દુરુપયોગ કરવો એ વ્યક્તિગત સ્વતંત્રતા અને લોકશાહીના ચોથા આધાર સ્તંભ પર હુમલો છે. આ ઘટના આપણને ઇમરજન્સીની યાદ અપાવે છે. ફ્રી પ્રેસ પર આ હુમલાનો અત્યારે અને ભવિષ્યમાં પણ વિરોધ કરવો જોઈએ."