કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ઈલેક્ટોરલ બોન્ડ મામલે વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, જેમ ટેલિવિઝન ક્ષેત્રે જેમની ટીઆરપી વધુ હોય છે, તેમને ટીવી પર સારા ભાવે જાહેરાત મળે છે. તેમ આજે અમે સત્તાધારી પાર્ટી છીએ, તેથી અમને વધુ ચૂંટણી ફંડ મળે છે.
મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે : ગડકરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 370 બેઠકો જીતવાના લક્ષ્ય પર સંપૂર્ણ વિશ્વાસ રાખી ગડકરીએ કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું લક્ષ્ય દક્ષિણ ભારતથી પુરુ થશે. અમે તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ઘણી મહેનત કરી છે, જેની અસર ચૂંટણીમાં જોવા મળશે. આ ઉપરાંત તેમણે ભાજપના નેતૃત્વવાળી NDAને 400 બેઠકો મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. છેલ્લા 10 વર્ષમાં સરકારે કરેલી કામગીરીના કારણે મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે.