ઉત્તરપ્રદેશ અને બિહારના શેલ્ટર હોમમાં થયેલી દુષ્કર્મની ઘટનાની તપાસ પૂરી થઈ નથી ત્યાં અમદાવાદના જુહાપુરામાં આવેલા એક અનાથ આશ્રમની બે છોકરીઓએ સતામણીની ફરિયાદ નોંધાવી છે. અન્ય 3 છોકરીઓએ પણ સિક્યુરિટી ગાર્ડ સામે પ્રાર્થના ન કરવા બદલ માર મારવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ દાખલ કરનારી તમામ છોકરીઓ સગીર વયની છે.