રાજસ્થાનના હિલસ્ટેશન આબુનું તાપમાન માઈનસ ત્રણ ડિગ્રીએ પહોંચી ગયું હતું. સૌથી ઊંચાં ગુરૃશિખરનું તાપમાન સૌથી નીચું માઈનસ પાંચ ડિગ્રી નોંધાયું હતું. રાજસ્થાનના ફતેહપુરમાં તાપમાનનો પારો ગગડીને માઈનસ ૩.૩ અને ચુરૃમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૧.૧ ડિગ્રી રહ્યું હતું. તે ઉપરાંત સમગ્ર ઉત્તર ભારત ઠંડુગાર થઈ ગયું હતું. પાટનગર દિલ્હીમાં સીઝનની સૌથી ઠંડી રાત અનુભવાઈ હતી. સમગ્ર ઉત્તર અને પશ્વિમ ભારતમાં કાતિલ ઠંડીનો અનુભવ થતાં જનજીવન ખોરવાઈ ગયું હતું. હવામાન વિભાગે આગામી ૨૧મી ડિસેમ્બર સુધી કાતિલ ઠંડીની શક્યતા વ્યક્ત કરી છે.