Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અબુધાબીના BAPS સ્વામિનારાયણ મંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે. આ મંદિર 1 માર્ચથી સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. એવા અહેવાલો છે કે આ મંદિરમાં એક દિવસમાં લગભગ 40,000 ભક્તો દર્શન માટે આવે છે.
તસવીરોમાં પણ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોઈ શકાય છે. આ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.પીએમ મોદીએ આ મંદિરના નિર્માણ માટે UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનનો પણ આભાર માન્યો હતો. અબુ ધાબીમાં આ પ્રકારનું પ્રથમ હિન્દુ મંદિર છે.
અબુ ધાબીનું હિન્દુ મંદિર 700 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહબા પાસે 27 એકર વિસ્તારમાં અંદાજે 700 કરોડ રૂપિયાના ખર્ચે આ મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિર માટે જમીન UAE સરકારે દાનમાં આપી છે.
અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર નાગર શૈલીમાં બનેલું છે. એ જ રીતે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે. મંદિરના સ્વયંસેવક ઉમેશ રાજાના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં 20 હજાર ટનથી વધુ ચૂનાના પત્થરો કોતરીને 700 કન્ટેનરમાં અબુ ધાબી લાવવામાં આવ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ