મધ્ય પ્રદેશ હાઈકોર્ટે પોતાની વિવિધ માંગણીઓને લઈ 3 દિવસ પહેલા હડતાળ પર ઉતરેલા 6 સરકારી મેડિકલ કોલેજના જુનિયર ડૉક્ટર્સને ગુરૂવારે 24 કલાકમાં કામ પર પાછા ફરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશના ગણતરીના કલાકોમાં જ આશરે 3,000 જુનિયર ડૉક્ટર્સે સામૂહિક રાજીનામુ આપી દીધું હતું.
મધ્ય પ્રદેશ જુનિયર ડૉક્ટર્સ અસોસિએશન (જૂડા)ના અધ્યક્ષ અરવિંદ મીણાના કહેવા પ્રમાણે પ્રદેશની 6 મેડિકલ કોલેજના આશરે 3,000 જુનિયર ડૉક્ટર્સે ગુરૂવારે પોતપોતાની મેડિકલ કોલેજીસના ડીનને સામૂહિક રાજીનામુ આપી દીધું હતું. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે ત્રીજા વર્ષના જુનિયર ડૉક્ટર્સના એનરોલમેન્ટ રદ્દ કરી દીધા છે માટે હવે તેઓ પરીક્ષામાં કેવી રીતે બેસશે.