અદાણી એન્ટરપ્રાઈઝે શેરબજારની વર્તમાન સ્થિતિમાં જુથની કંપનીઓના શેરમાં જોવા મળી રહેલા ઘટાડાને ધ્યાન પર લઈ રૂ. ૨૦,૦૦૦ કરોડના ફોલોઓન પબ્લિક ઓફર રદ કરી રોકાણકારોના નાણાં પરત કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકન શોર્ટ સેલર હિન્ડેનબર્ગના અહેવાલ બાદ છેલ્લાં પાંચ સત્રથી અદાણી જુથની કંપનીઓના શેરમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. જુથનું બજાર મૂલ્ય રૂ.૧૯ લાખ કરોડથી ઘટી રૂ.૧૧ લાખ કરોડ થઈ ગયું છે.