Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગઈ કાલે પાકિસ્તાનના જેટ પ્લેનની ઘુષણખોરી બાદ તેનો પીછો કરતા ભારતના પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદનનું પ્લેન ક્રેશ થતા તેઓ પાકિસ્તાનના હાથે ઝડપાઈ ગયા હતા. સમગ્ર દિવસ દરમિયાન દેશમાં અભિનંદનને મુક્ત કરાવાની માગ ઊઠી હતી. જોકે, આ બધાની વચ્ચે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની પૌત્રી અને લેખક ફાતિમા ભુટ્ટોએ પણ માગ કરી છે કે ભારતીય પાઇલટને મુક્ત કરવામાં આવે.

LoCમાં ક્રેશ થયેલા ભારતના પ્લેન મીગ 21માંથી પેરાશૂટની મદદથી નીચે ઊતરેલા વિંગ કમાન્ડર અભિનંદનની મુક્તિની માગ કરતા ફાતીમા ભુટ્ટોએ અમેરિકાના અખબાર 'ધી ન્યૂયોર્ક ટાઇમ્સ'માં એક કોલમમાં લખ્યું કે મેં અને મારા જેવા અનેક યુવાનોએ માગ કરી છે કે અભિનંદનને મુક્ત કરવામાં આવે. 'આખી જીંદગી આપણે યુદ્ધમાં જીવ્યા છીએ. હું પાકિસ્તાની સૈનિકોને મરતા જોવા માંગતી નથી. આપણે જાણી જોઈને અનાથોનો દેશ ન બનીએ'.

બેનઝીર ભુટ્ટોની ભાણી ફાતિમાંએ લખ્યું હતું કે, 'પાકિસ્તાનમાં મારી પેઢીએ અવાજ ઉઠાવાવાનો અધિકાર મેળવવા માટે સંઘર્ષ કર્યો છે, અમે શાંતિ માટે અવાજ ઉઠાવીશું, ગભરાઈશું નહીં. મેં પાકિસ્તાનને ભારત સાથે શાંતિપૂર્વક વર્તતા જોયું નથી'.

મહત્વનું છે કે, બુધવારે પાકિસ્તાનમાં #saynotowar હેશટેગ ટ્રેન્ડમાં રહ્યો હતો. ત્યારબાદ સમગ્ર વિશ્વના ઇન્ટરનેટ જગતમાં આ હેશટેગ ટ્રેન્ડ બન્યો હતો. ભારત પાકિસ્તાનના કેટલાય યુવાનોએ આ હેશટેગ થકી સંદેશ યુદ્ધ ન કરવાની અપીલ કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ