દેશના સૌથી મોટા બેંક કૌભાંડ મુદ્દે તપાસ એજન્સીઓ હવે સક્રિય થઈ ગઈ છે. ED(Enforcement Directorate) આ કેસમાં એબીજી શિપયાર્ડ વિરુદ્ધ મની લૉન્ડરીંગનો કેસ નોંધ્યો છે. સીબીઆઈ પહેલા જ એબીજી શિપયાર્ડ કંપની અને તેના અધિકારીઓ સામે કેસ નોંધી ચૂકી છે. આ કેસ લગભગ 23 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો છે જેમાં બેંકોના એક જૂથ સાથે છેતરપિંડીનો આરોપ છે.