સ્વચ્છતા મોબાઈલ એપ્લીકેશનમાં રેન્કિંગ માટે ગતકડા થતાં હોવાની આશંકા છે. સુરત અને અમદાવાદમાં એક જ મોબાઈલ નંબર પરથી અનેકવાર ફરિયાદ મળી છે. અમદાવાદમાં એક જ મોબાઈલ નંબર પરથી 218 વાર ફરિયાદ મળી, જ્યારે સુરતમાં 620 વાર. એપમાં અપલોડ ફરિયાદોના ઉકેલના આધારે શહેરોને રેન્કીંગ અપાય છે. જોકે,અમલદારો આક્ષેપો નકારે છે. મિશનના ડાયરેક્ટર કહે છે કે અપ્રમાણિકતા હશે તો નેગેટિવ માર્કીંગ થશે.