ધ અમેરિકન એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (આપી) દ્વારા તાજેતરમાં વાર્ષિક લેજિસ્લેટિવ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘આપી’ અમેરિકામાં બીજું સૌથી વિશાળ ફિઝિશિયનોનું એસોસિયેશન છે. સાઉથ એશિયન અમેરિકન્સના કાર્ડિયોવાસ્કયુલર હેલ્થકેરમાં કેવી રીતે સુધારો કરવો, પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સની કિંમત ઘટાડવી, ગ્રીનકાર્ડ રિફોર્મ્સ, રેસિડેન્સી સ્લોટમાં વધારો કરવો, મેડિકેર-મેડિકેઇડ રિએમ્બર્સમેન્ટ્સ વગેરે મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.