આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની એક્સાઈઝ પૉલિસી કેસમાં ધરપકડ થયા બાદ હવે પાર્ટી લોકો સુધી પહોંચવા અને તેમને ભાજપની સરમુખત્યારશાહી વિશે જણાવવા માટે દિલ્લીમાં 2500 શેરી સભાઓ કરશે. ગુરુવારે દિલ્લીના રાજ્ય સંયોજક ગોપાલ રાયની અધ્યક્ષતામાં એક સંગઠનાત્મક બેઠક થઈ. જેમાં મોહલ્લા સભા અને શેરી સભા આયોજિત કરવાનો નિર્ણય કર્યો.