દિલ્હીમાં ચૂંટણીના માહોલ વચ્ચે સ્કૂલોમાં બોમ્બની ધમકીના મુદ્દો ચગ્યો છે. સ્કૂલોમાં બોમ્બની ધમકી મામલે દિલ્હી પોલીસના ખુલાસા બાદ ભાજપના આરોપથી દિલ્હીમાં રાજકારણ ગરમાયું છે. ભાજપે આ મામલે સગીર વિદ્યાર્થી અને એક એનજીઓનું નામ સામે આવવા પર ચિંતા વ્યક્ત કરી અને આમ આદમી પાર્ટીને પૂછ્યું કે, તેનો આ એનજીઓ સાથે શું સંબંધ છે. હવે આમ આદમી પાર્ટીની પ્રતિક્રિયા સામે આવી છે. આમ આદમી પાર્ટીએ ભાજપની સાથે દિલ્હી પોલીસ પર પણ પ્રહાર કર્યા છે.