સુપ્રીમ કોર્ટે મંગળવારે આપ નેતા અને રાજ્યસભા સાંસદને દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા છે. જ્યારે સુપ્રીમ કોર્ટે ઇડીને પૂછ્યું કે શું સંજય સિંહને વધુ સમય કસ્ટડીમાં રાખવાની જરૂર છે? તેના પર ઇડીએ જણાવ્યું કે તેમને જામીન આપવામાં આવે તો અમને કોઇ વાંધો નથી.
આ સાંભળતા જ ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ પી બી વરાલેની ખંડપીઠે સંજય સિંહને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. તેમને જામીન એવા સમયે આપવામાં આવ્યા છે જ્યારે આમ આદમી પાર્ટી ૧૯ એપ્રિલથી શરૂ થતી લોકસભા ચૂંટણી અગાઉ નેતૃત્ત્વની અછતનો સામનો કરી રહી છે.