દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીએ દિલ્હી અને પંજાબના તમામ મંત્રીઓનો સમાવેશ કર્યો છે, જેમાં મંત્રીઓ સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય, દિલ્હીના સીએમ આતિશી અને પંજાબના સીએમ ભગવંત માનનો સમાવેશ સ્ટાર પ્રચારકોની યાદીમાં કરવામાં આવ્યો છે.