મણિપુર મુદ્દે સંસદના બંને ગૃહોમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. સોમવારે રાજ્યસભા અને લોકસભામાં ભારે હંગામો થયો હતો અને આ દરમિયાન રાજ્યસભા અધ્યક્ષે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સસ્પેન્ડ કરી દીધા છે. ચેરમેન જગદીપ ધનખરે સોમવારે આ મોટી કાર્યવાહી કરી, સંજય સિંહ આખા ચોમાસુ સત્ર માટે સંજય સિંહને સસ્પેન્ડ કર્યા છે.