ગુજરાતના એક દિગ્ગજ નેતાએ લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકસભાની ચૂંટણી ભરૂચથી લડવાની જાહેરાત કરી છે. તેઓ સાંસદ મનસુખ વસાવાને ટક્કર આપી શકે છે. કેજરીવાલે લીલી ઝંડી આપતા ચૈતર વસાવાએ તૈયારીઓ કરી લીધી છે.
લોકસભાની ચૂંટણી આવતા જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ફરી બેઠી થઈ છે. ગઈકાલે પાર્ટી દ્વારા કોંગ્રેસ સાથે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યએ મોટી જાહેરાત કરી છે
.