દિલ્હીની એન્ટીકરપ્શન બ્યુરો (ACB) એ દિલ્હી વકફ બોર્ડ સાથે થયેલા કહેવાતા ભ્રષ્ટાચારના એક કેસમાં, રાજધાનીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી (આપ)ના એક વિધાયક અમાનુલ્લાહ ખાનની ધરપકડ કરી છે. તેનો એક વિડીયો પણ મળી આવ્યો છે. તેમાં તે વિધાયકનાં ઘર ઉપર દરોડો પાડવા ગયેલી ACB ની ટીમના એક અધિકારીને ધક્કામુક્કી કરતા તેના ટેકેદારો જોવા મળે છે.