દિવાળીના અવસર પર દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને રાઉઝ એવેન્યુ કોર્ટે પોતાની બીમાર પત્નીને મળવાની મંજૂરી આપી છે. ત્યારબાદ દિલ્હી પોલીસ આજે તેમને સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેમના ઘરે લઈને આવી છે. કોર્ટે સિસોદિયાને પત્નીને મળવા માટે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી એટલે કે, 6 કલાકનો સમય આપ્યો છે. સિસોદિયા તેમની પત્ની સાથે તે ઘરમાં મુલાકાત કરી રહ્યા છે જે હવે દિલ્હી સરકાર દ્વારા આતિશીને સત્તાવાર રીતે ફાળવવામાં આવ્યું છે. આ જ સરકારી આવાસ અગાઉ તત્કાલિન મંત્રી સિસોદિયાને ફાળવવામાં આવ્યું હતું.