દિલ્હી અને પંજાબમાં સત્તા મેળવનારી આમ આદમી પાર્ટીને ચૂંટણી પંચે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપી દીધો છે. જ્યારે બીજી તરફ એનસીપી, ઓલ ઇન્ડિયા તૃણમુલ કોંગ્રેસ (એઆઇટીસી), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (સીપીઆઇ)નો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો પાછો લેવામાં આવ્યો છે. તેથી હવે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઇ છે જ્યારે આ ત્રણ પક્ષો સ્થાનિક બની ગયા છે.