દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવનાર આમ આદમી પાર્ટી (AAP)ને ગોવામાં (Goa) રાજ્ય પક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચે આ જાહેરાત કરી છે. તેમણે આ અંગે આમ આદમી પાર્ટીને પત્ર પણ લખ્યો છે. AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આ દરમિયાન કેજરીવાલે પાર્ટી કાર્યકર્તાઓને શુભકામનાઓ પણ આપી છે. ગોવામાં આમ આદમી પાર્ટીને રાજ્ય પક્ષનો દરજ્જો મળ્યા બાદ AAP રાષ્ટ્રીય પક્ષ બનવાથી એક પગલું દૂર છે. દિલ્હી અને પંજાબ પછી ગોવા ત્રીજું રાજ્ય છે જ્યાં AAPને રાજ્ય પક્ષ જાહેર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, જો AAPને વધુ એક રાજ્યમાં રાજ્ય પક્ષનો દરજ્જો મળે છે, તો AAPને રાષ્ટ્રીય પક્ષ બની જશે.