મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને હલચલ તેજ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) એ પણ રાજ્યમાં એન્ટ્રી કરી છે જ્યાં અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જોવા મળતો હતો. પાર્ટીએ આગામી ચૂંટણીમાં તમામ 230 બેઠકો પર ચૂંટણી લડવાની એલાન કર્યું છે. આ માટે સદસ્યતા અભિયાનને તેજ બનાવવાની સાથે પાર્ટીએ બૂથ સ્તર સુધી ટીમો તૈનાત કરવાનું શરૂ કરી દીધુ છે. પાર્ટીએ કહ્યું કે, ગુજરાત, પંજાબ અને દિલ્હીની જેમ મધ્યપ્રદેશમાં પણ ચૂંટણી જોરશોરથી લડવામાં આવશે.