કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી (AAP)એ મોડી રાત્રે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટીએ તેની ચોથી યાદીમાં 12 ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીનું કહેવું છે કે આ વખતે રાજ્યમાં સફાયો થશે. છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે મતદાન થશે અને 3 ડિસેમ્બરે મતગણતરી થશે.