ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. દરેક પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે અને પાર્ટીઓ ચૂંટણી પ્રચાર કરી રહી છે. જીત માટે દરેક પાર્ટી કમર કસી રહી છે. ત્યારે હવે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ સુરતમાં ધામા નાખ્યા છે. પુરૂષોત્તમ રૂપાલા અને અર્જુન મુંડા સુરતમાં પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, અગ્રેસર ગુજરાત કાર્યક્રમ ઉપક્રમે વ્યારા દાહોદ અને ભિલોડામાં ભાજપના કાર્યક્રમ યોજવામાં આવશે.