સોમવારે ફરીથી શરૂ થઈ રહેલી ડૉમેસ્ટિક ફ્લાઈટો માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક નવી SOP જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 14 વર્ષની ઓછી ઉંમરના બાળકો સિવાય તમામ માટે મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન રાખવી ફરજીયાત છે.
આ ઉપરાંત તેમાં કહેવામાં આવ્યું છે કે, મુસાફરોને એરપોર્ટના ટર્મિનલમાં પ્રવેશ કરતા પહેલા ફરજિયાત થર્મલ સ્ક્રીનિંગ ઝોનમાંથી પસાર થવું પડશે. આ સાથે જ એરપોર્ટના અધિકારીઓએ ટર્મિનલ ભવનમાં પ્રવેશ પહેલા મુસાફરોના લગેજને સેનેટાઈઝેશનની યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.
જણાવી દઈએ કે, લૉકડાઉન વચ્ચે કેન્દ્ર સરકારે રેલવે બાદ હવે ડ઼ોમેસ્ટિક ફ્લાઈટની સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અંગેની જાણકારી આપી છે.