ઝારખંડની એક સરકારી વેબસાઈટે આજે દસ લાખથી વધુ પેન્શનરોના આધાર કાર્ડ નંબર વેબસાઈટ પર લીક કરી દીધા હતા. એ સાથે જ આધાર કાર્ડ નંબર અને તેની વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રહેશે એવો સરકારનો દાવો ખોટો સાબિત થયો હતો. આ વેબસાઈટ જારખંડ સરકારના સોશિયલ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ હેઠળ આવે છે. લીક થયેલી વિગતોમાં આધાર નંબર, બેન્ક એકાઉન્ટ નંબર, નામ, સરનામા વગેરે વિગતોનો સમાવેશ થાય છે.