દિલ્હીમાં એક વાર ફરીથી સંસદ ભવનની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. શુક્રવારે બપોરે 20 વર્ષીય એક યુવક દીવાલ કૂદીને સંસદ ભવન પરિસરમાં કૂદી ગયો, જેની બાદમાં ધરપકડ કરી લેવાઈ. આ ઘટના સાથે જોડાયેલો એક કથિત વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ના હથિયારધારી જવાન શંકાસ્પદ યુવકને પકડેલા નજર આવી રહ્યાં છે. યુવકે શોર્ટ્સ અને ટી-શર્ટ પહેરેલા હતાં.