જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવ્યા બાદથી જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) અજિત ડોભાલ કાશ્મીર ઘાટીમાં રોકાયા છે. એનએસએ ઘાટીમાં કાયદા વ્યવસ્થાને મોનીટર કરી રહ્યા છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે શ્રીનગરના બખ્શી સ્ટેડિયમમાં થયેલ શાનદાર કાર્યક્રમ દરમિયાન અજીત ડોભાલ ત્યાં હાજર હતા. ઉપરાંત શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં આયોજિત સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ મલિકે ધ્વજ ફરકાવ્યો અને પરેડની સલામી લીધી. આ દરમિયાન સૌથી સારી વાત આ વખતે એ રહી કે ત્યાં કોઈ પણ અપ્રિય ઘટના ન બની. એવું લાગી રહ્યું હતું કે ઘાટીમાં ધીમે-ધીમે હાલાત સુધરી રહ્યા છે અને સામાન્ય બની રહ્યા છે. રાજ્યને સંભોધિત કરતા રાજ્યપાલ મલિકે કહ્યું,‘છેલ્લા 70 વર્ષથી રાજ્યના લોકો વિકાસ અને શાંતિ-સમૃદ્ધિના મુખ્ય મુદ્દાઓથી ભટકી ગયા હતા. ઘાટીના લોકોનું જાણી જોઈને એવા મુદ્દાઓ પર ધ્યાન દોરવામાં આવ્યું હતું જેનો કોઈ અર્થ નહોતો.’