ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024 માં સ્પેનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ પહેલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક 2020 માં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્તમાન ઓલિમ્પિકમાં ભારતીય ટીમે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેઓએ ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને 52 વર્ષ બાદ ઓલિમ્પિકમાં હરાવ્યું હતું. ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ હતી અને હોકી ટીમે તેના શ્રેષ્ઠ ખેલાડીને શ્રેષ્ઠ વિદાય આપી છે. સતત બે ઓલિમ્પિકમાં હોકી ટીમની સફળતાથી દરેક ભારતીય ખુશ છે. હવે હોકી ટીમ ભારત પરત ફરી અને તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.