સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ ગઈ છે. અહીંયા અબ્રામા નજીક કેદાર હાઈટ નામની નવનિર્મિત બિલ્ડીંગના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ થઈ રહ્યું હતું. આ દરમિયાન માટી ધસી પડતાં આઠ જેટલા શ્રમિકો દબાયા ગયા હોવાની ઘટના ઘટી છે. આ ઘટનાની જાણ થતા જ ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવની કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં કુલ 3 શ્રમિકોનાં મોત થયા છે જ્યારે ચાર શ્રમિકો ગંભીર છે. રાજ્ય સરકારે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે.