વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 'ડિજિટલ એરેસ્ટ'ના ખતરાથી બચવાનો આગ્રહ કરાયા બાદ તપાસ એજન્સીઓએ કાર્યવાહી ઝડપી કરી દીધી છે. જે હેઠળ જ ઈડીએ કર્ણાટકના એક કેસમાં આઠ લોકો વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં કૌભાંડની રકમ લગભગ 159 કરોડ રૂપિયા છે.કેસમાં ધરપકડ કરાયેલા તમામ આઠ આરોપી હાલના સમયમાં ન્યાયિક કસ્ટડીમાં છે.