ભારતમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબથી વધુ ખરાબ થઈ રહી છે તેવી સુપ્રીમ કોર્ટની ટીપ્પણી વચ્ચે દેશમાં મંગળવારે વધુ 324નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 10,000ને પાર થઈ ગયો છે.
દેશમાં છેલ્લા કેટલાક દિવસથી એક જ દિવસમાં કોરોનાના કેસ 10,000થી 12,000 હજાર જેટલા વધી રહ્યા હતા, પરંતુ મંગળવારે સતત બીજા દિવસે એક દિવસમાં કોરોનાના 8,122 નવા કેસ નોંધાયા હતા, જે નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો હોવાનું દર્શાવે છે.
PTIની રાજ્યવાર ટેલી મુજબ દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 10,057 થયો છે, જેમાં 70 ટકા મોત મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીમાં થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કોવિડ-19ના ટેસ્ટિંગની ક્ષમતા સતત વધારવામાં આવી રહી છે.