રાષ્ટ્રીય ઇન્વેસ્ટિગેટિવ એજન્સી (NIA)એ કેરળ અને પશ્ચિમ બંગાળમાં ઠેર ઠેર દરોડા પાડીને અલ કાયદા સાથે સંકળાયેલા મનાતા નવ આતંકવાદીની ધરપકડ કરી હતી. કેરળમાં એર્નાકુલમ અને પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદ વિસ્તારમાં દરોડા પડાયા હતા. એર્નાકુલમમાં ત્રણ અને મુર્શિદાબાદમાં છ આતંકવાદી ઝડપાયા હતા. છેલ્લા ઘણા સમયથી NIAની આ લોકો પર નજર હતી. મોટા ભાગના યુવાનો વીસ વર્ષની આસપાસની ઉંમરના છે. બધા શ્રમિકો છે. આતંકવાદી યોજનાના મુદ્દે NIAએ આ લોકો પર નજર રાખી હતી. આ લોકો પાકિસ્તાન સ્થિત અલ કાયદા મોડ્યુલ સાથે સંકળાયેલા હતા.