દેશભરમાં આજે (સોમવાર) ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામા આવી રહી છે. પરંતુ તહેવારની ઉજવણી વચ્ચે દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ડૂબી જવાની જુદી-જુદી ઘટનામાં કુલ નવ લોકોના મોત થયા છે. બનાસકાંઠામાં બે, મહિસાગરમાં એક અને ભાવનગરમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે ખેડાના વડતાલમાં આવેલ ગોમતી તળાવમાં ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓ મોત થયા છે.