દેશભરમાં કોરોનાની રસી લીધા બાદ મૃત્યુ પામેલા લોકોની સંખ્યાનો આંકડો 180 સુધી પહોંચી ગયો છે. આ આંકડા 31મી માર્ચ સુધીના છે. જ્યારે 75 ટકા મોત રસી લીધાના માત્ર ત્રણ દિવસમાં જ થયા છે. જોકે તંત્રનું કહેવું છે કે રસીને અને માર્યા ગયેલા લોકોને સીધી કોઇ જ લિંક નથી.
રસી લેવાને કારણે કોઇનું મોત નિપજ્યું હોય તેવો કોઇ જ કેસ સામે નથી આવ્યો. નેશનલ એઇએફઆઇકમિટી સમક્ષ 31મી માર્ચ સુધી રજુ કરાયેલા આંકડા મુજબ કોરોનાની રસી લીધા બાદ 31મી માર્ચ સુધીમાં દેશભરમાં 180 લોકોના મોત નિપજ્યા છે. બીજી તરફ રસી લીધા બાદ તેની આડ અસર થઇ રહી હોય તેવા આશરે 700 કેસ અત્યાર સુધીમાં નોંધાઇ ચુક્યા છે.