ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તમામ જરૂરી વ્યવસ્થાઓને સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ભારતીય ચૂંટણી પંચે વિવિધ વર્ગોના મતદારોને પ્રેરિત તથા સુવિધા આપવા માટે અલગ-અલગ પ્રકારના વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કર્યા છે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું કે, રાજ્યમાં તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર છે.