સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસોમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોનાના કહેરને લઈને ચિંતા કરાઈ હતી. ગુજરાત સરકાર દ્વારા કોરોનાને લઈ સાવચેત થઈ ગઈ છે. આ માટે આજથી મહાનગરપાલિકા દ્રારા કોરોનાની વેક્સિનેશન દ્રાઈવ શરુ કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં ફરીવાર કોરોના વેક્સિનેશન અભિયાન શરુ કરવામાં આવી રહ્યુ છે. આ માટે અમદાવાદ કોર્યોરેશન પાસે રસીનો જથ્થો પણ ઉપલબ્ધ થઈ ગયો છે.
AMC પાસે રસીનો જથ્થો ઉપલબ્ધ
આજથી અમદાવાદના તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર વેક્સિનેશન ડ્રાઈવ શરુ કરવામાં આવશે. સરકારે અમદાવાદ મ્યુનિશિપલ કોર્યોરેશનને કોવિશિલ્ડ અને કો-વેક્સિનનો જથ્થો આપ્યો છે. સરકારે કોવિશિલ્ડના 18 હજાર ડોઝ આપ્યાછે. આ ઉપરાંત કો-વેક્સિનના 25 હજાર ડોઝ આપ્યા છે. બંને વેક્સિન મળીને કુલ 43 હજાર રસીનો જથ્થો ઉપલબ્ધ કરાયો છે.