વિધાનસભા ગૃહમાં કુંવરબાઈનું મામેરું યોજના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યું હતું કે,અનુસૂચિત જનજાતિની કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ લગ્ન પ્રસંગે સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ કુટુંબ દીઠ બે દીકરીઓની મર્યાદામાં લગ્ન કરેલી દીકરીઓને DBT દ્વારા રૂ.૧૨,૦૦૦ સીધા તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, તાપી જિલ્લામાં કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કુલ ૧૩૬૧ આદિજાતી કન્યાઓને લાભ અપાયો છે.