ભારતમાં શુક્રવારે એક જ દિવસમાં ઓમિક્રોનના ૨૮ કેસ નોંધાતા કોરોનાના નવા વેરિઅન્ટના કુલ કેસ ૧૧૫ થયા છે. કર્ણાટકમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયાના માત્ર ૧૫ જ દિવસમાં ૧૧ રાજ્યોમાં ઓમિક્રોન વેરિઅન્ટ ફેલાયો છે. દેશમાં કોરોના મહામારીના ઘટતા પ્રકોપ વચ્ચે ઓમિક્રોનના કેસ સતત વધતાં કેન્દ્ર સરકાર સફાળી જાગી છે. કેન્દ્ર સરકારે લોકોને ચેતવણી આપતા કહ્યું છે કે લોકો સાવધાની નહીં રાખે અને કોવિડ પ્રોટોકોલનું પાલન નહીં કરે તો ભારતમાં પણ યુરોપ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. સરકારે લોકોને બિન આવશ્યક પ્રવાસ ટાળવો જોઈએ તેમજ નવા વર્ષની ઊજવણીઓ અને મેળાવડાઓ ટાળવા જોઈએ.